ગુજરાત સરકાર દ્વારા મુખ્‍ય શિક્ષકોની ર૪૬૭ જગ્‍યાઓ માટે ભરતી

ગુજરાત સરકાર દ્વારા મુખ્‍ય શિક્ષકોની ર૪૬૭ જગ્‍યાઓ માટે ભરતી
જ્જઓનલાઇન અરજી તા.૧પ/૧ર/૧૪થી ર૬/૧ર/૧૪ સુધી થ ઇ શકશે જ્જ HTAT પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો માટે સોનેરી તકજ્જ અન્‍ય ક્ષેત્રોમાં પણ ભરતી ચાલુ છે.
  Harisinh Jadeja                      છેલ્લા થોડા સમયથી વિવિધ ક્ષેત્રમાં નોકરી વાંચ્‍છુઓ માટે ગુજરાત સરકાર રીતસરની વરસી પડી હોવાનું દેખાઇ રહ્યું છે.
   HTAT પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો ઘણા સમયથી જેની કાગડોળે રાહ જોતા હતા તેવી પ્રાથમિક શાળાઓ માટે મુખ્‍ય શિક્ષકોની કુલ ર૪૬૭ જગ્‍યાઓ માટેની ભરતી જાહેરાત ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પડી છે.
   મુખ્‍ય શિક્ષક વર્ગ-૩ ની આ ભરતી માટે ઓનલાઇન અરજી તા. ૧પ/૧ર/ર૦૧૪ ના રોજ સવારના ૧૧ વાગ્‍યાથી તા. ર૬/૧ર/ર૦૧૪ ના રોજ બપોરે ૩ વાગ્‍યા સુધી કરી શકાશે. ઓનલાઇન અરજી તથા ભરતી સંબંધિત તમામ સૂચનાઓ વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.
   www.vidyashayak gujarat.org  તથા
   www.ptc gujarat.org
    મિત્રો , જલ્‍દી કરો આવો સોનેરી સમય અને તક ફરી કયારે આવે તે નકકી નહીં યોગ્‍ય લાયકાત પ્રમાણે છેલ્લી તારીખની રાહ જોયા વગર ફોર્મ ભરીને લક્ષ્ય તરફ દોડવા માંડો સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.
   સૌને ઓલ ધ બેસ્‍ટ
   આ સિવાય પણ અન્‍ય  ભરતીઓ ચાલે છે તેની ઉપર નજર કરીએ તો....
   જ્જ ગુજરાત સ્‍ટેટ એઇડઝ કન્‍ટ્રોલ સોસાયટી દ્વારા રાજયના વિવિધ સ્‍થળે હોસ્‍પિટલોમાં મેડીકલ ઓફિસર, કાઉન્‍સેલર, લેબ ટેકનીશ્‍યન, ફાર્માસીસ્‍ટ, સ્‍ટાફ નર્સ વિગેરેના ઇન્‍ટરવ્‍યુ તા. ૧પ/૧ર/૧૪ થી ર૩/૧ર/૧૪ સુધી રાખેલા છે.
   http:// gsacsonline.org.
   index.php/news-events/
   જ્જ સેન્‍ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા ર૦/૧ર/૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે ધોરણ ૧૦ પાસ સાથેની વિવિધ લાયકાત ધરાવતા કોન્‍સ્‍ટેબલ ટ્રેડમેનની ભરતી ચાલે છે. જેમાં ડ્રાઇવર, ફીટર, બ્‍યુગલર, ટેઇલર, કોબ્‍લર, સફાઇ કર્મચારી, કકુ, વોશરમેન વિગેરેનો સમાવેશ થાય છે.
   www. crpf.gov.
   જ્જ સ્‍ટીલ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા લિ. (SAIL) બોકારો સ્‍ટીલ પ્‍લાન્‍ટ ઝારખંડ ખાતે ઓપરેટર કમ. ટ્રેઇનીની અલગ -અલગ ટ્રેડની સેંકડો જગ્‍યાઓ પર ર૧/૧ર/૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે ભરતી થઇ રહી છે. વયમર્યાદા ર૮ વર્ષની છે. www.sail.co.in.
   જ્જ રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના રોજગાર અધિકારી અમરેલી દ્વારા ૧૬-૧ર-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે હંગામી ધોરણે કેરીયર કાઉન્‍સેલરની ભરતી ચાલે છે.
   http:/www. talimrojgar. org
   જ્જ ધ ગુજરાત કેન્‍સર એન્‍ડ રીસર્ચ ઇન્‍સ્‍ટીટયુટો અમદાવાદ (ફોન નં. ૦૭૯-રર૬૮ ૮૦૦૦૮) દ્વારા -રર-૧ર-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે મેડીકલની વિવિધ સ્‍ટ્રીમ્‍સમાં ટીચીંગ અને નોન ટીચીંગ પોસ્‍ટમ માટેની ભરતી ચાલી રહી છે.
   www.cancerindia.org
   કોઇપણ જગ્‍યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા જગ્‍યા અને ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા ફોન દ્વારા રૂબરુ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે. કે જેથી લેટેસ્‍ટ માહિતી મળી શકે.


Posted via Blogaway

Comments