એક ગરીબ પરિવારમાં પતિ-
પત્નિ પોતાના બે બાળકો સાથે
રહેતા હતા. પતિ ગંભીર
બિમારીમાં સપડાયેલો હોવાથી ઘર
ચલાવવાની જવાબદારી પત્નિ પર
હતી. એ બિચારી દિવસ-રાત કામ કરે
પણ બધી જ
કમાણી પતિની દવામાં ચાલી જાય.
બે ટંક પેટ ભરીને જમી પણ ન શકાય
એવી સ્થિતિમાં દિવસો ખેંચી રહ્યા હતા.
બિમાર ભાઇ
પોતાની બીમારીથી અને
પરિવારની સ્થિતીથી કંટાળ્યા અને
પોતાને મૃત્યુ આપવા માટે ભગવાનને
સતત પ્રાર્થના કરે. એકદિવસ ભગવાને
એની પ્રાર્થના સાંભળી અને એનું મૃત્યુ
થયુ. ઘરમાં શોકનું વાતાવરણ હતુ
આથી વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે
જમવાનું બાજુમાં રહેલા લોકોને
ત્યાંથી આવતું. બંને નાના બાળકોએ
થોડા દિવસ પેટ ભરીને ખાધુ.
શોકના દિવસો પુરા થયા એટલે
બીજાને ત્યાંથી આવતું જમવાનું પણ બંધ
થયુ અને
ફરી ખાવાના સાંસા પડવા લાગ્યા.
કમાવા જતી માં હવે બિમાર
પડી આથી કમાણી પણ બંધ થઇ
ગઇ.ઘણી વખત તો બાળકોને ભુખ્યા પેટે
સુવાનો વારો પણ આવતો.
એકદિવસ નાની છોકરી ભગવાનને કંઇક
પ્રાર્થના કરી રહી હતી તેના ભાઇએ
બેનને
એકાગ્રતાથી પ્રાર્થના કરતા જોઇ
એટલે પ્રાર્થના પુરી થયા પછી ભાઇએ
પુછ્યુ , " બહેન , તું ભગવાન પાસે શું
પ્રાર્થના કરતી હતી? "
નાની છોકરીએ કહ્યુ , " હું તો ભગવાનને
કહેતી હતી કે તે મારા પપ્પાને
તારી પાસે બોલાવી લીધા એમ
મારી મમ્મીને પણ
જલ્દી જલ્દી તારી પાસે બોલાવી લે."
છોકરાએ આશ્વર્ય સાથે પુછ્યુ , " પણ બેન
આવી પ્રાર્થના કેમ ? " બહેને ભોળાભાવે
જવાબ આપ્યો , "
ભઇલા મમ્મી મરી જાય તો આપણને
બાજુવાળા ખાવા આપે અને આપણે પેટ
ભરીને ખાઇ શકીએ."
મિત્રો, આ દેશમાં અને આપણી આસપાસ
કેટલાય લોકો એવા છે જે પેટ ભરીને
જમી નથી શકતા. આપણે એમના માટે
બીજુ કંઇ ન કરી શકીએ તો કંઇ નહી કમસેકમ
આપણી થાળીમાં એંઠું મુકીને
એમના ભાગનું ભોજન છીનવવાનું તો બંધ
કરીએ. આજે સંકલ્પ કરીએ કે જમતી વખતે હું
એક દાણો પણ એંઠો નહી મુકું.
Comments